Close
Advertisement
Advertisement

બીજ પ્રમાણન​ એજન્સી

ગુજરાત રાજ્યમા પાકનું ઉત્‍પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્‍થાન મહત્‍વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારેબિયારણ અધિનિયમ ૧૯૬૬પીડીએફ ફાઇલ નવી વિન્ડોમાં ખોલે છે. પીડીએફ ફાઈલ કેવી રીતે ખોલવી તે માટે આ સાઇટમા નીચે આવેલા મદદ વિભાગ પર જાઉ..(52 KB) અને બિયારણ નિયમો ૧૯૬૮પીડીએફ ફાઇલ નવી વિન્ડોમાં ખોલે છે. પીડીએફ ફાઈલ કેવી રીતે ખોલવી તે માટે આ સાઇટમા નીચે આવેલા મદદ વિભાગ પર જાઉ..(74 KB) અમલમાં મુકેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા માન્‍ય (નોટીફાઇડ) જાતોનેપીડીએફ ફાઇલ નવી વિન્ડોમાં ખોલે છે. પીડીએફ ફાઈલ કેવી રીતે ખોલવી તે માટે આ સાઇટમા નીચે આવેલા મદદ વિભાગ પર જાઉ..(298 KB) આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્‍થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્‍સીને સોંપેલ છે.

બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧મા ઇંડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડપીડીએફ ફાઇલ નવી વિન્ડોમાં ખોલે છે. પીડીએફ ફાઈલ કેવી રીતે ખોલવી તે માટે આ સાઇટમા નીચે આવેલા મદદ વિભાગ પર જાઉ..(2 MB) નક્કી કરવામાં આવ્‍યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્‍કેલીઓના અભ્‍યાસ બાદ કેન્‍દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્‍યુનત્તમ ધોરણોને કેન્‍દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્‍ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્‍ટાન્‍ડર્ડ ખરીફ ૧૯૮૮ થી અમલમાં આવેલ છે.

બીજ પ્રમાણન એજન્‍સીની મુખ્ય કામગીરી:

બીજ પ્રમાણન કરવા અરજી અને ચકાસણી વિશે જાણો.

 • ભારત સરકારશ્રી તરફથી જાહેરનામામાં પ્રસિદ્ધ થયેલ (નોટીફાઇડ) પાક. જાતોનું બીજ પ્રમાણન કરી આપવામાં આવે છે.
 • જે પ્‍લોટમાં બીજ ઉત્‍પાદન કાર્યક્રમ લીધેલ છે તે પ્‍લોટમાં અગાઉની સીઝનમાં / વર્ષમાં તે જ પાકનું વાવેતર કરેલ ન હોવું જોઇએ.

વાવેતર કરેલ બિયારણના સોર્સની ચકાસણી વિશે જાણો.

સોર્સમાં નિયમ નમૂનામાં અરજી સાથે કન્‍ટેઇનર એટલે કે બિયારણની ખાલી થેલી, ટેગ્‍સ, બીજ ખરીદીનું અસલ બીલ તથા તેની સાથે બ્રીડર/પાયાનું બીજ ઉત્‍પાદન સંસ્‍થા/વિક્રેતાથી બીજ પ્રમાણન કાર્યક્રમ હાથ ધરનાર સંસ્‍થા/પેઢી સુધીના તમામ લીંક બીલોની ઝેરોક્ષ નકલો, રીલીઝ સર્ટીફીકેટ અને પરિણામોની નકલ રજુ કરવાની રહેશે.

ક્ષેત્રિય ધોરણની ચકાસણી કરવા માટે ક્ષેત્રિય નિરીક્ષણ વિશે જાણો.

વાવેતર કરેલ બીજ પ્‍લોટોનું લઘુત્તમ બીજ પ્રમાણન ધોરણો અનુસાર ક્ષેત્રિય ધોરણોની ચકાસણી માટે જુદી જુદી અવસ્‍થાએ બીજ પ્રમાણન એજન્‍સીના અધિકૃત અધિકારીઓ મારફતે ઇન્‍સ્‍પેકશન કરવામાં આવશે. અને ઇન્‍સ્‍પેકશન દરમ્‍યાન બિયારણની આનુવંશિક શુદ્ધતા અથવા બિયારણની તંદુરસ્‍તીને નુકશાનકર્તા પરિબળોનું નિરીક્ષણ કરવામાં આવશે. એજન્‍સી

કાપણી – થ્રેસીંગ – ગ્રેડીંગ – પેકીંગ કામગીરી વિશે જાણો.

ક્ષેત્રિય નિરીક્ષણમાં ધોરણસરનો બીજ પ્‍લોટ માલુમ પડ્યેથી બીજપ્‍લોટની કાપણી જે તે બીજ ઉત્‍પાદકે પોતાની રીતે કરાવવાની રહેશે. પરંતુ બાજરી, મકાઇ, જુવાર જેવા પાકોની કાપણી જે તે વિસ્‍તારની પેટા કચેરીની પૂર્વ મંજૂરી મેળવી અધિકૃત અધિકારીની હાજરીમાં કરાવવાની રહેશે.

ભૌતિક અને આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે નમુના લેવા વિશે જાણો.

બિયારણના નમુના ગ્રેડીંગ થયેલ/પ્રોસેસ થયેલ જથ્‍થામાંથી જે તે પાકનાં નિયત કરેલ વજન/સંખ્‍યામાં (પરિશિષ્‍ટ-૧૦) વિના મૂલ્‍યે ભૌતિક શુદ્ધતા તથા આનુવંશિક શુદ્ધતાની ચકાસણી માટે એજન્‍સીએ નક્કી કરેલ ફી જમા કરાવીને નમુના આપવાના રહેશે. નમુના લેવા માટે સફેદ કાપડમાંથી નિયત કરેલ માપ (પરિશિષ્‍ટ-૧૮) મુજબની થેલીઓ નમુનાની સંખ્‍યા અનુરૂપ બનાવવાની રહેશે.

ધોરણસરના બિયારણનુ પ્રમાણપત્ર મેળવો.

લધુત્તમ બીજ પ્રમાણિકરણના ધોરણમાં બીજ પ્રમાણનના ક્રમાનુસાર તબક્કાઓમાં પસાર થયેલ અને આનુવંશિક અને ભૌતિક શુદ્ધતાના લઘુત્તમ ધોરણોસરના પ્રમાણિકરણને પાત્ર બિયારણની થેલીઓ ઉપર પાયાના (ફાઉન્‍ડેશન) બિયારણ માટે સફેદ અને પ્રમાણિત (સર્ટીફાઇડ) કક્ષાના બિયારણ માટે ભુરા રંગની એજન્‍સીની ટેગ થેલી સાથે સીવી એજન્‍સીના સીલથી એજન્‍સીના અધિકૃત અધિકારીની હાજરીમાં સીલ કરવાનું રહેશે. (પરિશિષ્‍ટ-૨૧-૨૨)

 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Vibrant Gujarat Summit 2019
 • Investment Intention Form
 • Strategic Partnership Form
 • 150 Years of Celebrating The Mahatma: External website that opens in a new window
Go to Navigation