કૃષિ અને સહકાર વિભાગ, સરકારી રાજ્ય
અમારા વિષે

પરિચય

ગુજરાત રાજ્યમા પાકનું ઉત્‍પાદન મેળવવામાં ખેત સામગ્રીઓ જે વપરાય છે તેમાં બીજનું સ્‍થાન મહત્‍વનું છે. ખેડૂતોને શુદ્ધ, ખાત્રીવાળુ પ્રમાણિત બીજ મળી રહે તેના માટે ભારત સરકારે બિયારણ અધિનિયમ ૧૯૬૬ અને બિયારણ નિયમો ૧૯૬૮ અમલમાં મુકેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા માન્‍ય (નોટીફાઇડ) જાતોને આ નિયમો લાગુ પાડેલ છે. બીજની શુદ્ધતા, આનુવંશિક ગુણધર્મો જળવાઇ રહે તે માટે બીજ પ્રમાણનની કાર્ય પદ્ધતિ પ્રસ્‍થાપિત કરેલ છે. રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી બીજ પ્રમાણન એજન્‍સીને સોંપેલ છે.

બીજ પ્રમાણન માટે સને ૧૯૭૧મા ઇંડીઅન મીનીમમ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડ નક્કી કરવામાં આવ્‍યા હતા. વર્ષો વર્ષ નવા પાકો, નવી જાતો ને નોટીફાઇડ કરવામાં આવે છે. ખેતીના નવા સંશોધનો બીજ પ્રમાણનનાં અનુભવો, મુશ્‍કેલીઓના અભ્‍યાસ બાદ કેન્‍દ્ર સરકારશ્રીએ સીડ સર્ટીફીકેશન સ્‍ટાન્‍ડર્ડમાં સુધારા વધારા કરવા તાંત્રિક સમિતિની રચના કરી, સુધારેલા ન્‍યુનત્તમ ધોરણોને કેન્‍દ્ર સરકારશ્રીના કૃષિ વિભાગના મેમોરેન્‍ડમ નંબર ૧૮-૯-૮૮ એસ.ડી. ૪ તારીખ ૨૬-૭-૧૯૮૮ થી મંજુરી આપેલ છે. આ સુધારેલ સ્‍ટાન્‍ડર્ડ ખરીફ ૧૯૮૮ થી અમલમાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં બીજ પ્રમાણનની કામગીરી ૧૯૬૯થી ખેતીવાડી ખાતા દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ બીજ પ્રમાણનની કામગીરી કાયદાકીય અમલીકરણ સરળતાથી કરી શકાય તે હેતુથી એજન્સી ને સ્વાયત્ત રાખવાની ભલામણોને ધ્યાનમા રાખી ગુજરાત સરકારે માર્ચ, ૧૯૮૦ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીતને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્થાપના કરી છે. આ સંસ્થા રાજ્યમાં બીજ પ્રમાણનની જવાબદારી અદા કરે છે.

લધુત્તમ બીજ પ્રમાણન ધોરણો જુલાઇ ૧૯૮૮ અનુસાર બીજ પ્રમાણન એજન્સીંની કામગીરી ક્રમાનુસાર મુખ્યાત્વે છ તબક્કામાં વહેંચવામાં આવેલ છે. જે તબક્કા ક્રમાનુસાર પૂર્ણ થયા બાદ બીજ પ્રમાણનની કામગીરી પૂર્ણ થયેલી ગણાશે.

બિયારણ નિયમો ૧૯૬૮ નાં ભાગ-૪ નિયમ-૬-બ થી ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીને મળેલ સત્તાની રુએ કેન્દ્ર સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવેલ બિયારણ પ્રમાણિત કરવાના લઘુત્તમ ધોરણો જુલાઇ-૧૯૮૮નો સમાવેશ કરી બીજ પ્રમાણન માટે અરજીઓ સ્વીકારવા, વાવેતર પદ્ધતિ, નિરીક્ષણ, કાપણી, પ્રોસેસીંગ, સ્ટોવરેજ, લેબલીંગ વિગેરે માટે એજન્સી દ્વારા કાર્યરીતી કરવામાં આવેલ છે. જે તમામ બીજ ઉત્પાદકોને માર્ગદર્શિકા તરીકે ઉપયોગી થાય તે હેતુથી આ ‘‘માર્ગદર્શિકા’’ એજન્સી જ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. આ નિયત કરેલ કાર્યરીતીમાં હવામાન, વરસાદ કે અન્ય સંજોગો અનુસાર જે તે સીઝનને અનુરુપ ફેરફાર કરવાની સત્તા નિયામકશ્રી, ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીની રહેશે.

હેતુઓ

 • ૧૯૬૬ ના બીજ અધિનિયમ કલમ ૮ હેઠળ સ્થપાયેલી આ એજન્સી બીજ પ્રમાણિકરણ એજન્સી તરીકે કામ કરશે.
 • ૧૯૬૬ ના બીજ અધિનિયમ કલમ ૯ અને ૧૦ હેઠળ બીજ પ્રમાણિકરણ એજન્સી તરીકે સોંપવાનાં કાર્યો કરશે.
 • કેન્દ્રીય બીજ પ્રમાણિકરણ બોર્ડ મંજૂર કરેલ સંવર્ધન અને પાયાનાં બીજના સ્તોત્રની યાદી રાખશે.
 • પ્રમાણિકરણ માટે ઉદ્ધિષ્ટ બીજ ઉગાડવા, તેની લણણી કરવી, તેના પર પ્રકિયા કરવા, તેને લેબલ અને ટેગ લગાડવા માટે અરજી મોકલવાની કાર્યપધ્ધતિ તૈયાર કરશે.
 • પાકની વિવિધતા અને પાયારૂપ બીજ અંગેની અરજીની ખરાઈ કરશે.
 • કેન્દ્રીય બીજ પ્રમાણિકરણ બોર્ડની રૂપરેખા અનુસાર બીજ ક્ષેત્રો, બીજ પ્રક્રીયા પ્લાન્ટ અને બીજના ઢગલાનું નિરીક્ષણ હાથ ધરાશે.
 • બીજ પ્રક્રિયા એકમમાં બીજની પ્રક્રિયાનું નિયમન કરશે.
 • કાર્યપધ્ધતિ મુજબ ઉત્પન્ન કરેલા બીજના ઢગલામંથી મેળવેલ બજના નમૂનાઓના વિષ્લેષણની વ્યવસ્થા કરશે એ નિયત ધોરણ અનુસાર તે છે તેની ખરાઈ કરશે.
 • તેણે પ્રમાણિત કરેલ બીજ કેન્દ્રીય બીજ પ્રમાણિકરણ બોર્ડનાં ધોરણોને અનુરૂપ હોવાની ખાતરી કરશે.
 • નિયત કાર્ય પધ્ધતિ મુજબ પ્રમાણપત્રો, પ્રમાણિકરણ, સીલ વગેરે આપશે.
 • તમામ તબક્કો ઝડપથી પગલાં લેવાય તેની ખાતરી કરશે

વહિવટી માળખું

વહિવટી માળખું જોવા અહિં ક્લીક કરો.

સફળતાઓ

છેલ્લા દશ વર્ષમા થયેલ રજી.વિસ્તાર, રદ વિસ્તાર, સફળ વિસ્તાર અને પ્રમાણિત જથ્થાની વિગત દર્શાવતુ પત્રક

વર્ષ રજી વિસ્તાર રદ વિસ્તાર સફળ વિસ્તાર પ્રમાણિત જથ્થો
૨૦૦૦-૦૧ ૪૫૫૭૯.૧૩ ૧૬૩૮૧.૭૪ ૧૯૧૯૭.૩૯ ૩૦૪૯૯૧.૦૯
૨૦૦૧-૦૨ ૩૬૧૬૪.૩૯ ૧૨૨૦૭.૮૧ ૨૩૯૫૬.૫૮ ૩૩૫૨૪૯.૫૧
૨૦૦૨-૦૩ ૩૪૦૦૪.૧૫ ૧૧૯૫૦.૦૯ ૨૨૦૫૪.૦૬ ૩૨૮૯૨૮.૮૯
૨૦૦૩-૦૪ ૪૦૪૨૪.૫૩ ૧૧૯૨૭.૭૬ ૨૮૪૯૬.૭૭ ૪૨૬૩૧૨.૪૧
૨૦૦૪-૦૫ ૪૩૩૯૫.૭૨ ૧૪૭૩૬.૧૯ ૨૮૬૫૯.૫૩ ૪૪૫૦૬૨.૩૨
૨૦૦૫-૦૬ ૪૯૨૪૬.૫૩ ૧૫૫૬૭.૦૨ ૩૩૬૭૯.૫૧ ૫૦૮૮૧૯.૦૫
૨૦૦૬-૦૭ ૪૮૪૧૨.૫૨ ૧૦૨૨૬.૨૩ ૩૮૧૮૬.૨૯ ૫૮૩૧૧૧.૨૪
૨૦૦૭-૦૮ ૫૬૯૨૪.૫૭ ૧૬૪૫૯.૩૧ ૪૦૪૬૫.૨૬ ૭૯૮૫૨૬.૯૧
૨૦૦૮-૦૯ ૫૪૧૫૧.૧૦ ૫૮૪૦.૬૪ ૪૮૩૧૦.૪૬ ૫૩૯૩૫૪.૨૯
૨૦૦૯-૧૦ ૬૪૯૧૨.૧૬ ૫૩૨૩.૩૭ ૫૯૫૮૮.૭૯ ૬૬૮૭૨૯.૦૫
૨૦૧૦-૧૧ ૬૭૬૪૮.૨૧ ૪૪૮૭.૨૩ ૬૩૧૬૦.૯૮ ૭૩૩૨૩૦.૮૦
 • http://india.gov.in, ભારતનું રાષ્ટ્રીય પોર્ટલ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.gswan.gov.in, જી.એસ.ડબલ્યુ.એ.એન : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • digilocker.gov.in : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
 • Vibrant Gujarat Summit 2019
Go to Navigation